Site icon Kinjal Vibe

‘હું વોટ્સએપ ફોરવર્ડ પર ફિલ્મ નથી બનાવતો’: ધ કેરળ સ્ટોરી ૨ થી કેમ દૂરી બનાવી? ડાયરેક્ટર સુદીપ્તો સેને આપ્યો સણસણતો જવાબ

The Kerala Story 2

Sudipto Sen The Kerala Story 2: વર્ષ ૨૦૨૩ની સૌથી વધુ ચર્ચિત અને વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ (TKS) ના સિક્વલ ‘ધ કેરળ સ્ટોરી: ગોઝ બિયોન્ડ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જોકે, આ વખતે ફિલ્મની કમાન પહેલા પાર્ટના ડાયરેક્ટર સુદીપ્તો સેનના હાથમાં નથી. આ ફિલ્મને લઈને ચાલી રહેલી અનેક અટકળો વચ્ચે સુદીપ્તો સેને પોતે ખુલાસો કર્યો છે કે તેમણે આ ફિલ્મનો બીજો ભાગ કેમ ડાયરેક્ટ ન કર્યો.

રિસર્ચ વગર કામ કરવું મને મંજૂર નથી: Sudipto Sen

નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર સુદીપ્તો સેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ઊંડા રિસર્ચ વગર કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લેતા નથી. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “પહેલી ફિલ્મ માટે મેં 10 વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. હું તે ફિલ્મના દરેક શબ્દ અને દ્રશ્યની જવાબદારી લઈ શકું તેમ હતો. પરંતુ જો સિક્વલ કેરળ બહારના અન્ય રાજ્યોની વાત કરતી હોય, તો હું માત્ર વોટ્સએપ ફોરવર્ડ કે અખબારની કાપલીઓ પર ભરોસો રાખીને ફિલ્મ બનાવી શકું નહીં.”

તેમના મતે આવા સંવેદનશીલ વિષયો પર ફિલ્મ બનાવવા માટે ગ્રાઉન્ડ લેવલ પર લાંબો સમય અભ્યાસ કરવો જરૂરી છે, જે આ વખતે શક્ય નહોતું.

The Kerala Story 2 સાથે વિવાદોની પણ એન્ટ્રી

‘ધ કેરળ સ્ટોરી ૨’ નું ટ્રેલર 17 ફેબ્રુઆરીએ રિલીઝ થયું અને ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને આ ફિલ્મને ‘ઝેરી પ્રોપેગેન્ડા’ ગણાવી છે. આ ઉપરાંત, એક બાયોલોજિસ્ટે ફિલ્મની રિલીઝ અટકાવવા માટે કેરળ હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. તમામ વિરોધ વચ્ચે ફિલ્મ 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેનું નિર્દેશન કામાખ્યા નારાયણ સિંહે કર્યું છે.

સુદીપ્તો સેનની નવી ફિલ્મ ‘ચરક’ મુશ્કેલીમાં

સુદીપ્તો સેન ભલે કેરળ સ્ટોરી 2 નો ભાગ નથી, પણ તેઓ પોતાની નવી ફિલ્મ ‘ચરક’ સાથે ૬ માર્ચના રોજ આવી રહ્યા છે. જોકે, આ ફિલ્મ પણ વિવાદોમાં ફસાઈ છે. સેન્સર બોર્ડ (CBFC) એ તેને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો છે. આ ફિલ્મ પૂર્વી ભારતના પ્રાચીન ‘ચરક ઉત્સવ’ પર આધારિત છે, જેમાં તંત્ર-મંત્ર અને નરબલિ જેવી અંધશ્રદ્ધાના કાળા પાસાઓ દર્શાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો: કુંડળી ન મળી… હવે લગ્ન નહીં થાય! સેક્સ બાદ આવું બહાનું કાઢવું એ ‘રેપ’ સમાન, દિલ્હી હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

Exit mobile version