Kadi Minor Rape Case: મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં માનવતા અને પવિત્ર સંબંધોને શરમાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક યુવકે વિશ્વાસના સંબંધોનો ઉલાળિયો કરી પોતાની જ 15 વર્ષની સગીર સાળીને હવસનો શિકાર બનાવી છે. જીજાજીએ સગીરાને નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે.
પત્નીની નાની બહેન પર બગડી હતી નજર
મળતી માહિતી મુજબ, આરોપી યુવકે અગાઉ અનુસૂચિત જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પત્નીની નાની બહેન (સગીરા) તેમની સાથે જ રહેતી હોવાથી જીજાજીની દાનત બગડી હતી. આરોપીએ કડી અને મહેસાણામાં આવેલા પોતાના ફ્લેટ પર સગીરાની એકલતાનો લાભ લઈ અવારનવાર શારીરિક અડપલાં કરી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
નશીલું પીણું પીવડાવી આચર્યું દુષ્કર્મ (Rape)
હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ કડી સ્થિત નિવાસસ્થાને સગીરાને નશીલું કેફી પીણું પીવડાવી દીધું હતું. સગીરા બેભાન જેવી અવસ્થામાં હોવાનો લાભ ઉઠાવી પાપી જીજાજીએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા, નરાધમે પત્ની અને સગીરાને ધમકી આપી હતી કે જો આ વિશે કોઈને પણ જાણ કરશે, તો તે બંનેને ઘરમાંથી કાઢી મૂકશે.
ધમકીના ડરે સગીરા ચૂપ રહી, અંતે પોલીસ ફરિયાદ
ઘરમાંથી કાઢી મૂકવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે પીડિત સગીરા લાંબા સમય સુધી આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી રહી. જોકે, આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી જીજાજીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Life Style : “પરફેક્ટ” નહીં, “ખુશ” લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવવી?

