---Advertisement---

LPG સિલિન્ડર બુક કરાવતા પહેલા સાવધાન! એક ભૂલ અને બેંક એકાઉન્ટ ખાલી, જાણો બચવાના ઉપાયો

LPG Gas Booking Scam
---Advertisement---

LPG Gas Booking Scam: જો તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ગેસ સિલિન્ડર બુક કરાવો છો, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. દેશમાં એલપીજી ગેસના સપ્લાયને લઈને ઉભી થયેલી ચિંતાનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારોએ નિર્દોષ લોકોને લૂંટવાનું નવું કાવતરું ઘડ્યું છે. સરકાર અને સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (CyberDost I4C) એ સામાન્ય જનતાને આ સ્કેમથી બચવા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે.

LPG Gas : કેવી રીતે થાય છે આ છેતરપિંડી?

સાયબર ગુનેગારો લોકોની ઉતાવળ અને ડરનો ફાયદો ઉઠાવે છે. આ સ્કેમ નીચે મુજબની પદ્ધતિથી કરવામાં આવે છે: તમને WhatsApp, SMS કે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલવામાં આવે છે કે ગેસ સિલિન્ડરની અછત છે, તેથી તરત જ બુકિંગ કરાવો. મેસેજમાં “Urgent Booking” અથવા “ભારે ડિસ્કાઉન્ટ” જેવી લાલચ આપવામાં આવે છે. મેસેજમાં એક લિંક હોય છે જે દેખાવમાં અસલી ગેસ કંપનીની વેબસાઈટ જેવી જ લાગે છે.

OTP અને QR કોડ: જેવી તમે લિંક પર ક્લિક કરો, તમારી પાસે બેંકની વિગતો, OTP અથવા QR કોડ સ્કેન કરવાનું કહેવામાં આવે છે. આમ કરતાની સાથે જ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે.

સરકારે બચવા માટે શું આપી સલાહ?

ગેસ બુકિંગ હંમેશા ઇન્ડેન (Indane), એચપી ગેસ (HP Gas) કે ભારત ગેસ (Bharat Gas) ની સત્તાવાર એપ અથવા વેબસાઈટ પરથી જ કરો. કોઈ પણ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલેલી લિંક કે એપ ડાઉનલોડ ન કરો.ક્યારેય પણ કોઈની સાથે તમારો OTP, પિન કે બેંક એકાઉન્ટની વિગતો શેર ન કરો. ગેસ એજન્સી ક્યારેય ફોન પર આવી માહિતી માંગતી નથી. જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે, તો તરત જ તમારી લોકલ ગેસ એજન્સીનો રૂબરૂ અથવા તેમના ઓફિશિયલ નંબર પર સંપર્ક કરો.


આ પણ વાંચો: માણસ પોર્ન કેમ જુએ છે? 300 વિદ્યાર્થીઓ પર થયેલા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા, શું તમે પણ આ કારણો સાથે સહમત છો?

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment