---Advertisement---

હજુ કેટલી નિર્દોષ જિંદગીઓ હોમાશે? ઓડિશામાં યુવતી પર એક જ દિવસમાં બે વાર રેપ, મદદ કરનારે જીવ લીધો

Odisha Jagatsingpur Rape Murder Case
---Advertisement---

Odisha Jagatsingpur Rape Murder Case: ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાં એક ૨૩ વર્ષની યુવતી સાથે જે પ્રકારની ક્રૂરતા આચરવામાં આવી છે, તે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠશે. પ્રેમમાં વિશ્વાસ મૂકીને ઘર છોડનારી યુવતી પર એક જ દિવસમાં બે અલગ-અલગ લોકોએ બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી. પોલીસે આ મામલે યુવતીના બોયફ્રેન્ડ અને એક અજાણ્યા શખ્સની ધરપકડ કરી છે.

Odisha: પ્રેમીએ જ વિશ્વાસઘાત કરી રઝળતી મૂકી

જગતસિંહપુરના એસપી અંકિત કુમાર વર્માના જણાવ્યા અનુસાર, આ ઘટના ૨૨ ફેબ્રુઆરીની છે. યુવતી તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાના ઈરાદે ઘર છોડીને નીકળી હતી. પ્રેમીએ તેને લગ્નનું વચન આપી મંદિર બોલાવી હતી, પરંતુ તે યુવતીને એક નિર્જન સ્થળે લઈ ગયો અને ત્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું ઓછું હોય તેમ, પાશવી પ્રેમી તેને રહમા બસ સ્ટેન્ડ પર લાચાર હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: બાગપતમાં હેવાનિયત: પિયરથી સાસરે જતી મહિલા પર નશામાં ધુત સફાઈકર્મીએ કર્યો રેપ, ઓળખ છતી થવાના ડરે ગળું દબાવી હત્યા

Odisha Jagatsingpur Rape Murder Case

મદદ કરવાના બહાને બીજા નરાધમે પીંખી નાખી

જ્યારે યુવતી બસ સ્ટેન્ડ પર કોઈની મદદની રાહ જોઈ રહી હતી, ત્યારે ઝારખંડના એક શખ્સે તેને લિફ્ટ આપી હતી. મદદ કરવાના બહાને તે યુવતીને પારાદીપમાં પોતાના ભાડાના રૂમ પર લઈ ગયો હતો. ત્યાં આ અજાણ્યા શખ્સે પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને પાપ છુપાવવા માટે તેને ચાર માળની ઈમારતના ધાબા પરથી નીચે ફેંકી દીધી. બીજા દિવસે સવારે પોલીસને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

નવીન પટનાયકનો સરકાર પર પ્રહાર

આ જઘન્ય અપરાધ બાદ રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા નવીન પટનાયકે સોશિયલ મીડિયા પર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે લખ્યું કે, “હજુ કેટલી નિર્દોષ જીંદગીઓ હોમાશે? સગીરાઓથી લઈને દિવ્યાંગ યુવતીઓ સુધી, કોઈ સુરક્ષિત નથી. શું રાજ્યમાં કાયદાનું શાસન છે?” તેમણે સરકારના મહિલા સુરક્ષાના દાવાઓને પોકળ ગણાવ્યા છે. પોલીસે હાલ બંને આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.


આ પણ વાંચો: ઇન્ટરનેટનો સૌથી ડરામણો ચહેરો! પિઝાની જેમ ઓનલાઈન ઓર્ડર થઈ રહી છે છોકરીઓ, વાંચીને રુંવાડા ઊભા થઈ જશે

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment