Kodinhi Twin Village Kerala: ભારત એક એવો દેશ છે જ્યાં ડગલે ને પગલે અજાયબીઓ જોવા મળે છે. પરંતુ કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ ‘કોડિન્હી’ (Kodinhi)આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બન્યું છે. આ ગામમાં ગલીએ ગલીએ તમને એકસરખા ચહેરા ધરાવતા ‘જોડિયા બાળકો’ (Twins) જોવા મળશે.
આંકડા જોઈને ચોંકી જશો!
સામાન્ય રીતે વિશ્વમાં દર 1000 જન્મ પર સરેરાશ ૪ જોડિયા બાળકો જન્મે છે. પરંતુ કોડિન્હીમાં આ આંકડો આશરે 45 થી 50 નો છે! આ ગામમાં હાલમાં 400 થી વધુ જોડિયા જોડીઓ વસે છે. નવાઈની વાત એ છે કે દર વર્ષે આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
રહસ્ય જે કોઈ ઉકેલી શક્યું નથી
વૈજ્ઞાનિકો, આનુવંશિક નિષ્ણાતો (Geneticists) અને ડોક્ટરોની અનેક ટીમોએ અહીં મુલાકાત લીધી છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે આ પાછળ ત્યાંનું ખાણી-પીણી કે પાણી જવાબદાર હોઈ શકે છે. પરંતુ અનેક ટેસ્ટ કર્યા પછી પણ પાણી કે ખોરાકમાં કોઈ એવું ખાસ તત્વ મળ્યું નથી જે આ ઘટનાને સ્પષ્ટ કરી શકે.
Kodinhi ગામની દીકરીઓનો પણ ચમત્કાર!
આ ગામનું સૌથી મોટું રહસ્ય એ છે કે, Kodinhiની કોઈ દીકરી લગ્ન કરીને બીજા ગામમાં જાય, તો ત્યાં પણ તે મોટાભાગે જોડિયા બાળકોને જ જન્મ આપે છે! તેવી જ રીતે, બહારના ગામની સ્ત્રી લગ્ન કરીને કોડિન્હી આવે, તો તેના ઘરે પણ જોડિયા બાળકો જન્મવાના ચાન્સ વધી જાય છે.
લોકોની માન્યતા
સ્થાનિક લોકો આને ભગવાનના આશીર્વાદ માને છે. ગામમાં તમને શાળામાં, બજારમાં કે રમતના મેદાનમાં દરેક જગ્યાએ એકસરખા ચહેરા ધરાવતા બાળકો જોવા મળશે, જેના કારણે ઘણીવાર શિક્ષકો અને મિત્રો પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે.
ત્યાંના લોકોએ હવે ‘The Twins and Kins Association’ નામનું સંગઠન પણ બનાવ્યું છે, જે વિશ્વનું આ પ્રકારનું પ્રથમ એસોસિએશન છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
૧. ભારતના કયા ગામને ‘ટ્વિન્સ વિલેજ’ તરીકે ઓળખવામાં આવે છે?
૨. કોડિન્હી ગામમાં કેટલા જોડિયા બાળકો છે?
૩. શું વૈજ્ઞાનિકો આ રહસ્ય ઉકેલી શક્યા છે?
૪. શું આ ગામની બહાર પણ અહીંની મહિલાઓ જોડિયા બાળકોને જન્મ આપે છે?
૫. શું દુનિયામાં આવા બીજા કોઈ ગામ છે?
આ પણ વાંચો: સ્વિટ્ઝર્લેન્ડ ભૂલી જશો! કાશ્મીરનું આ સ્થળ છે કુદરતનો અસલી કરિશ્મા

