Site icon Kinjal Vibe

હવે માત્ર ડિગ્રીથી નોકરી નહીં મળે! AI ના યુગમાં જોબ માર્કેટ બદલાયું, હવે ડિગ્રી કરતા સ્કીલ્સની વધુ બોલબાલા

AI Era Job Skills 2026

AI Era Job Skills 2026: અમેરિકાનું જોબ માર્કેટ અત્યારે અત્યંત સુસ્ત છે અને ટેક સેક્ટરમાં નોકરી મેળવવી લોખંડના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે. ખાસ કરીને એવા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકાની ટોપ યુનિવર્સિટીઓમાં કમ્પ્યુટર સાયન્સ ભણવા ગયા છે, તેમના માટે સ્થિતિ વધુ ગંભીર છે. આ કપરા સમયમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર જિયાઓયિન કૂએ (Xiaoyin Qu) જણાવ્યું છે કે હવે માત્ર સ્ટેનફોર્ડ કે MITની ડિગ્રી કામ નહીં આવે.

સ્ટેનફોર્ડ અને MIT ના વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે સંઘર્ષ

સ્ટાર્ટઅપ ‘રન ધ વર્લ્ડ’ ના ફાઉન્ડર જિયાઓયિન જણાવે છે કે, “તાજેતરમાં મને મારા એક મિત્રનો મેસેજ આવ્યો જેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લીધી છે, તે ઇન્ટર્નશિપ શોધી રહ્યો છે. થોડા વર્ષો પહેલા આ વાત માન્યામાં ન આવે તેવી હતી, પણ આજે ટોચની સંસ્થાઓના ગ્રેજ્યુએટ્સ પણ નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે.”

કેમ બદલાયું Job માર્કેટ?

માત્ર ડિગ્રી નહીં, આ ચીજો અપાવશે નોકરી

જિયાઓયિન જણાવે છે કે આટલી મંદીમાં પણ 19 થી 22 વર્ષના કેટલાક યુવાનો એવા છે જેમને અનુભવી એન્જિનિયરો કરતા પણ વધુ સેલેરી મળે છે. તેનું કારણ તેમની નીચે મુજબની ક્વોલિટી છે:

1. રિયલ પ્રોડક્ટ બનાવવી: જે વિદ્યાર્થીઓ માત્ર કોર્સ પૂરો કરવાને બદલે વાસ્તવિક દુનિયામાં ઉપયોગી થાય તેવા પ્રોડક્ટ્સ બનાવે છે, તેમને કંપનીઓ સામેથી લે છે.

2. રિસર્ચ પબ્લિશ કરવું: યુનિવર્સિટીના પ્રોજેક્ટ્સ સિવાય પણ જેમના રિસર્ચ પેપર પબ્લિશ થયા હોય તેમની વેલ્યુ વધુ છે.

3. હેકાથોન (Hackathons): હવે હેકાથોન એ ‘લાઈવ ઓડિશન’ બની ગયા છે. 19 વર્ષના એક યુવાને એલન મસ્કની xAI ની હેકાથોન જીતી અને મસ્કે તેને તરત જ નોકરી આપી દીધી.

વિદ્યાર્થીઓ માટે ચેતવણી

કંપનીઓ હવે એવા લોકોની શોધમાં છે જેઓ ઝડપથી નવી ટેકનોલોજી શીખી શકે, વસ્તુઓ બનાવી શકે અને તેને લાગુ કરી શકે. જો તમે હજુ પણ માત્ર સારી કોલેજની ડિગ્રીના ભરોસે બેઠા હશો, તો આ AI ના યુગમાં નોકરી મેળવવી અશક્ય બની જશે.


આ પણ વાંચો: ઘોરણ-12મા પછી ડિગ્રીની ચિંતા છોડો! આ 7 શોર્ટ-ટર્મ કોર્સ તમને અપાવશે લાખોનું પેકેજ!

આ પણ વાંચો: 5 મિનિટમાં જાણો! કઈ સરકારી નોકરી માટે કેટલી ઉંમર જોઈએ અને કોને મળશે વધારાની છૂટ?

Exit mobile version