---Advertisement---

જ્યારે સની દેઓલની ફિલ્મ 4 વર્ષ સુધી કોર્ટમાં ફસાઈ રહી: ‘ધ કેરળ સ્ટોરી 2’ ના વિવાદે તાજી કરી ‘મોહલ્લા અસ્સી’ની કડવી યાદો

Mohalla Assi Controvers
---Advertisement---

Mohalla Assi Controvers: હાલમાં ‘ધ કેરળ સ્ટોરી 2’ (The Kerala Story 2) ને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર વચગાળાની રોક લગાવી દીધી છે, જેના કારણે દર્શકોમાં મૂંઝવણ છે. પરંતુ ફિલ્મો સાથે વિવાદ જોડાવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ લેટેસ્ટ કોન્ટ્રોવર્સીએ વર્ષ 2015માં બનેલી સની દેઓલની ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’ (Mohalla Assi) ના એ ભયાનક વિવાદની યાદ અપાવી દીધી છે, જે 4 વર્ષ સુધી કોર્ટના ચક્કરમાં પીસાતી રહી હતી.

શું હતો ‘મોહલ્લા અસ્સી’નો વિવાદ?

વારાણસીના પ્રખ્યાત અસ્સી ઘાટના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મ એક ડાર્ક કોમેડી-ડ્રામા હતી. ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીની આ ફિલ્મમાં સની દેઓલ, પરેશ રાવલ અને રવિ કિશન જેવા દિગ્ગજ કલાકારો હતા. ફિલ્મમાં વારાણસીની સંસ્કૃતિ, ધર્મના નામે રાજકારણ અને સ્થાનિક ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.

વિવાદના મુખ્ય ત્રણ કારણો હતા

આ ફિલ્મમાં વિવાદના મુખ્ય ત્રણ કારણો હતા. જેમાં પ્રથમ કારણ ભાષા હતી, કારણ કે ફિલ્મમાં સની દેઓલ સહિતના પાત્રો વારાણસીના લહેકામાં ખુલ્લેઆમ ગાળો બોલતા બતાવવામાં આવ્યા હતા. બીજું કારણ ભગવાન શિવનું પાત્ર હતું, જેમાં એક દ્રશ્યમાં ભગવાન શિવના વેશમાં રહેલા વ્યક્તિને ગાળો બોલતો બતાવવામાં આવ્યો હતો, જેની સામે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત, ત્રીજું મોટું કારણ ધાર્મિક લાગણી દુભાવવાનું હતું; એવો આરોપ હતો કે આ ફિલ્મ વારાણસી અને હિન્દુ ધર્મની છબી ખરાબ કરી રહી છે. સાથે જ, રામ જન્મભૂમિ આંદોલન અને મંડલ કમિશન જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને પણ ફિલ્મનો ભાગ બનાવવામાં આવ્યા હતા, જેનાથી વિવાદ વધુ વકર્યો હતો.

Mohalla Assi Controvers

4 વર્ષની કાયદાકીય લડાઈ અને બરબાદી

ફિલ્મ 2015માં તૈયાર થઈ ગઈ હતી અને સેન્સર બોર્ડ (CBFC) એ તેને ‘A’ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. તેમ છતાં, અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે ફિલ્મની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ માન્ય છે.

પરંતુ 23 નવેમ્બર 2018ના રોજ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. 4 વર્ષના વિલંબને કારણે લોકોનો રસ ઉડી ગયો હતો, પ્રમોશન બરાબર ન થયું અને આખરે એક શાનદાર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ.

કેરળ સ્ટોરી 2 અને મોહલ્લા અસ્સી વચ્ચે સામ્યતા

આજે જે સ્થિતિ ‘ધ કેરળ સ્ટોરી 2’ ની છે, તેવી જ સ્થિતિ ‘મોહલ્લા અસ્સી’ ની હતી. બંને ફિલ્મોને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી દીધી હતી, પરંતુ કોર્ટના આદેશોએ તેમની રિલીઝ અટકાવી દીધી. ફરક માત્ર એટલો છે કે ‘મોહલ્લા અસ્સી’ માં કોર્ટે ફિલ્મમેકર્સનો સાથ આપ્યો હતો, જ્યારે ‘કેરળ સ્ટોરી 2’ ના કિસ્સામાં હાઈકોર્ટે સેન્સર બોર્ડની પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવ્યા છે.



આ પણ વાંચો: Life Style : “પરફેક્ટ” નહીં, “ખુશ” લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવવી?

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment